Ahmedabad News: પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે રાજ્ય સરકારે  હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જે મુજબ ટૂંક સમયમાં વિવિધ પદોની 12 હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. સ્ટેેન્ડિંગ કમિટીએ 30 ઓકટોબરના રોજ 12 હજારની ભરતીને મંજૂરી આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.


બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી (પુરુષ) 687, જેલ સિપાહી (મહિલા) 57 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSI ની 325 જગ્યા પર મંજૂરી આપી હતી. 325માંથી ચાલુ નાણાકીય વર્ષે 273 બિન હથિયારી PSI ની સરકાર ભરતી કરશે.


31 ડિસેમ્બર 2023 ની સ્થિતિએ પોલીસ વિભાગની સ્થિતિ

1. બિન હથિયારી PI - મંજૂર મહેકમ 1399, ભરાયેલી જગ્યા 1195, ખાલી પડેલી જગ્યા - 204

2. બિન હથિયારી PSI - મંજૂર મહેકમ 3940, ભરાયેલી જગ્યા - 2885, ખાલી જગ્યા - 1055

3. બિન હથિયારી ASI - મંજૂર મહેકમ - 7913, ભરાયેલી જગ્યા - 6930, ખાલી જગ્યા - 983

4. બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ- મંજૂર મહેકમ - 14165, ભરાયેલી જગ્યા - 12737, ખાલી જગ્યા - 1428

5. બિન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ - મંજૂર મહેકમ -39460, ભરાયેલી જગ્યા - 26372, ખાલી જગ્યા - 13088

6. હથિયારી સબ ઇન્સ્પેક્ટર - મંજૂર મહેકમ - 2558, ભરાયેલી જગ્યા - 2248, ખાલી જગ્યા - 310

7. હથિયારી હેડ કોન્સ્ટેબલ - મંજૂર મહેકમ - 4626, ભરાયેલી જગ્યા - 4179, ખાલી જગ્યા - 447

8. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - મંજૂર મહેકમ 23055, ભરાયેલી જગ્યા - 17051, ખાલી જગ્યા - 6004

કુલ મંજૂર મહેકમ - 97116, કુલ ભરાયેલી જગ્યા - 21352, કુલ ખાલી જગ્યા 4561.


ખેરાલુ પોલીસની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા વિડિયો વાયરલ કરનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિડિયો રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા ઈસમે વોટ્સએપ દ્વારા વિડિયો વાયરલ કર્યો. વિડિયોમાં આશરે ૧૭ થી ૧૮ માણસો સળિયા પાછળ બેસાડેલા બતાવાયા છે, વિડિયોમાં બે ખાખી ગણવેશ પહરેલ વ્યક્તિઓ આશરે નવેક માણસોને ધોકાથી માર મારતા જણાય છે. વિડિયોના બેક ગ્રાઉન્ડમાં ‘‘ઇશ્ક ઓર પ્યાર કા મજા લીજીયે’’ નું ગીત એડિટીંગ કરી મુકાયું છે. વિડિયોની નીચે ગુજરાતીમાં “ખેરાલુ, વાયરલ કરો તો હાઇકોર્ટ સુધી પહોચે’’એ રીતેનુ ખોટું લખાણ લખાયું છે. ખેરાલુ પોલીસનો વિડિયો ન હોવા છતાં ખોટો વિડિયો બનાવી લખાણ લખી પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડે તેવું કૃત્ય કરાયું છે. રીલ્સ વિડીઓ બનાવી સોશીયલ મીડીયાના માધ્યમથી વોટ્સએપ એપ્લીકેશન ઉપર અપલોડ કરાયો છે. પોલીસ પ્રત્યે વૈમનસ્ય પેદા થાય તેવુ કૃત્ય કરી ગુનો કરનાર વિરૂદ્ધ ખેરાલુ પી એસ આઈ જે.બી. કુણીયા એ ફરિયાદ નોંધાવી છે.