મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર લાંબા સમયથી એક ફ્રેમમાં જોવા મળ્યાં હતાં. આ કામ સુપરસ્ટાર સલમાન ખાન સિવાય કોણ કરી શકે. પ્લેનમાં થયેલા વિવાદ બાદ સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે મતભેત થઈ ગયો હતો જેનું હવે સલમાન ખાને સમાધાન કરાવી આપ્યું છે. હાલમાં જ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની બર્થ-ડે પાર્ટીમાં બન્ને સલમાન ખાન સાથે જોવા મળ્યાં હતાં. કપિલ અને સનિલ ગ્રોવરની આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ વાયરલ થઈ ગઈ હતી.


કપિલ શર્માનો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ શોમાં ગૃત્થીનું પાત્ર ભજવનાર સુનિલ ગ્રોવરે ચાહકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. જોકે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે મતભેદ સર્જાયો હતો જેના કારણે સુનિલ ગ્રોવરે કપિલનો શો છોડી દીધો હતો. કપિલ અને સુનિલ વચ્ચે થયેલા મતભેદને કારણે ચાહકોને ઘણી મુશ્કેલી પડી હતી. જોકે ચાહકોને ઘણી આશા હતી કે તેની વચ્ચે બધું નોર્મલ થઈ જશે અને બન્ને સાથે ફરી એકવાર જોવા મળશે.

હાલમાં જ સલમાન ખાના ભાઈ સોહેલ ખાનના બર્થ-ડે પર કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે, સુનિલ અને કપિલની વચ્ચે બધું નોર્મલ થઈ રહ્યું છે. કપિલે કરેલી પોસ્ટની તસવીરમાં કપિલની સાથે સલમાન ખાન અને સુનિલ ગ્રોવરને એકસાથે જોવા મળી રહ્યાં છે. જેનાથી ચાહકોને આશા છે કે, હવે તેની વચ્ચે બધું સારું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસવીર બહુ જ વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા કપિલના ઘરે પુત્રીએ જન્મ થયો હતો જેને લઈને સુનિલ ગ્રોવરે સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ કપિલે સુનિલનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે હાલ સોશિયલ મીડિયા પર થઈ રહેલ ચર્ચા પ્રમાણે, બન્ને ફરી એકવાર સાથે જોવા મળશે તેવી ચાહકોને આશા છે.