મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘લવ આજકલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં કાર્તિક બે યુવતીઓના પ્રેમમાં ફસાતો દેખાડવામાં આવ્યો છે. પરંતુ અલગ અલગ સમયમાં. કાર્તિકની પ્રથમ લવ સ્ટોરી બતાવવામાં આવી છે જે 1990માં જ્યારે સ્કૂલ બોય હતો અને એક છોકરીના પ્રેમમાં પાગલ હતો. જ્યારે બીજી લવ સ્ટોરી 2020ની એટલે આજના સમયની છે. જેમાં કાર્તિકને સારા જોડે પ્રેમ થાય છે.

આ ફિલ્મથી કાર્તિક અને સારા પહેલીવાર સાથે સ્ક્રીન પર દેખાઈ રહ્યાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ દિનેશ વિજન અને ઈમ્તિયાઝ અલી છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થવાની છે.


ફિલ્મ વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લવ આજકલ’ની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. આ સિક્વલમાં સૈફની દિકરી સારા અલી ખાન લીડ રોલમાં છે.