હિન્દી ફિલ્મોના આ સુપરસ્ટારને જાહેરમાં લાફો ઠોકો તો પાંચ લાખ રૂપિયા ઈનામ, કોણે કરી આ જાહેરાત?
'લવરાત્રિ'ના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાનું નવું હિન્દુ સંગઠન હિન્દુ હાય એજેના સભ્ય ગોવિંદ પરાશરે સલમાનને ફટકાવા ઇનામ જાહેર કર્યુ છે. પરાશરે જાહેરાત કરતા કહ્યું કે, જે પણ બૉવીવુડ એક્ટર સલમાન ખાને જાહેરમાં ફટકારશે તેને અમે 2 લાખ રૂપિયાનું ઇનામ અને લાફો મારો તો 5 લાખ રૂપિયાનું ઇનામ આપીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજીતરફ, વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, આ ફિલ્મને અમે રિલીઝ નહીં થવા દઇએ. આ ફિલ્મમાં સલમાનના જીજા આયુષ શર્મા ડેબ્યૂ કરતાં દેખાશે. આ ફિલ્મમાં તેના અપૉઝિટ વરના હૂસેન દેખાશે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના કેટલાક હિન્દુ સંગઠનો સતત ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદે આને લઇને જબરદસ્ત વિરોધ કર્યો છે. આ ફિલ્મ સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસમાં બની છે. રિપોર્ટ છે કે આ ફિલ્મ 5 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સમયે નવરાત્રી પણ છે, જેથી હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, લાખો હિન્દુઓની ભાવનાઓ સાથે ફિલ્મના નામથી રમત થઇ રહી છે કેમકે નવરાત્રી હિન્દુઓનો મોટો તહેવાર છે.
હિન્દુ સંગઠનો આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે, ખાસ કરીને ફિલ્મના નામ 'લવરાત્રિ'ને લઇને વિરોધ છે.
નવી દિલ્હીઃ આજકાલ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'લવરાત્રિ' વિવાદોમાં ફસાઇ છે. હિન્દુ સંગઠનો તેનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે, કેટલાક સંગઠનો જાહેરમાં રસ્તાઓ પર આવીને સલમાન ખાનનો પણ વિરોધ કરી રહી છે. આ બધાની વચ્ચે હવે સલમાનને જાહેરમાં ફટકારવા માટે પણ ઇનામ રકમની જાહેરાત થઇ ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -