મુંબઈ: હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક ઈવેન્ટમાં પહોંચી તો તેને જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રેગ્નેન્ટ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાના આઉટફિટ ટાઇટ હોવાને કારણે તેની કેટલીક તસવીરોમાં જાણે તેનું બેબી બમ્પ દેખાતુ હોય તેમ લાગે છે. પ્રિયંકાની પ્રેગ્નેન્સીની અટકળો બાદ તેની માતા મધુ ચોપડાએ આ તમામ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે.



મધુ ચોપરાએ કહ્યું, પ્રિયંકાની પ્રેગ્નેન્ટ હોવાની વાતમાં કોઇ જ સત્યતા નથી. તેની તસવીરો ખોટા કેમેરા એન્ગલથી લેવામાં આવી છે. તેમણે કહ્યું, પ્રિયંકાનાં કપડાં તો સારા હતાં. અને કેટલાંક જ ફોટામાં તેનાં પેટનો ભાગ વધુ જોવા મળી રહ્યો છે.



જ્યારે આ અંગે પ્રિયંકા ચોપરાનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તે થાકેલી હતી તેથી ખોટા કેમેરા એન્ગલને કારણે તેનું પેટ વધારે બહાર લાગતુ હતું.