આ દરમિયાન ભારે બરફ વર્ષા થતાં તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કારમાંથી નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડાં વીડિયો દ્વારા બતાવ્યું હતું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે.
આખી ઘટના અંગે ટ્વિટ કરતા કેન્દ્રીય મંત્રી રિજીજુએ કહ્યું હતું કે, સરહદ વિસ્તારનું જીવન સરળ નથી. ભારે હિમવર્ષાના અવરોધ વચ્ચે અમે સેલા ટનલથી આગળ વધ્યાં હતાં. આ સેલા ટનલનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો છે અને થોડા વર્ષો પછી તવાંગ જવાનો રસ્તો સરળ બની જશે.