કરણ જોહર આગામી ફિલ્મમાં 90ના દાયકાની આ હીટ જોડીને 21 વર્ષ બાદ ફરી ચમકાવશે, એકસમયે બન્નેના અફેરની હતી ચર્ચા
થોડાક સમય પહેલા જ્યારે માધુરીને આ વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેને કંઇપણ કહેવાની ના પાડી દીધી હતી. કલંકમાં માધુર અને સંજય ઉપરાંત વરુણ ધવન અને આલિયા ભટ્ટ પણ છે.
નોંધનીય છે કે, 90ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરની ચર્ચામાં રહ્યું હતું, જોકે, એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્તે પણ કહ્યું હતું કે તે માધુરી સાથ લગ્ન કરવા માંગતો હતો.
હવે રિપોર્ટ્સ એવા છે કે આ બન્ને ફિલ્મ કલંકનો ભાગ બની ગયા છે અને બન્નેએ તાજેતરમાં કેટલાક સીન શૂટ પણ કર્યા છે. જોકે આ પહેલા રિપોર્ટ્સ હતા કે બન્ને ફિલ્મમાં છે પણ એકસાથે કોઇ સીન નથી. બીજા રિપોર્ટ્સ એવા પણ હતા કે માધુરીએ સંજય સાથે સીન ના હોવાના કારણે જ કરણ જોહરને ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.
મુંબઇઃ 90ના દાયકાની એક હીટ જોડી ફરી એકવાર રૂપેરી પડશે ચમકવા જઇ રહી છે. આ જોડી બીજી કોઇ નહીં પણ એકસમયની સૌથી હીટ ગણાતી માધુરી દીક્ષિત અને સંજય દત્તની છે. આ બન્ને હવે 21 વર્ષ બાદ કરણ જોહરની ફિલ્મ કલંકમાં એકસાથે કામ કરી રહ્યાં છે.