નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે હાલ દૂરદર્શન પરથી લોકપ્રિય સીરિયલ મહાભારતનું પુનઃપ્રસારણ થાય છે. મહાભારતમાં દ્રોપદીનો રોલ રૂપા ગાંગુલીએ કર્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુ સહિત ત્રણ લોકોની ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યાને લઈ દ્રૌપદીએ ટ્વિટ કરવા સહિત પોતાના જીવન સાથે સંકળાયેલા એક કિસ્સો પણ શેર કર્યો છે.

રૂપા ગાંગુલીએ પાલઘરની ઘટના પર ટ્વિટ કરીને લખ્યું, મને યાદ આવી રહ્યું તે, 22 મે, 2016ના રોડ ડાયમંડ હાર્બર પર ઘટના બની હતી. જેમાં લોકોને મને ગાડીમાંથી ઉતારીને રસ્તા વચ્ચે જ મારી હતી. મારી ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. માથા પર ઈજા થઈ હતી. બ્રેઈન હેમરેજ થયું હતું, બસ હું મરી નહોતી. પોલીસે પણ અત્યાચાર ગુજાર્યો હતો.

પાલઘર અને પશ્ચિમ બંગાળની આ ઘટનાઓ અંગે જાણીને ખૂબ દુઃખ થયું. પોતાના આ ટ્વિટની સાથે રૂપા ગાંગુલીએ મહાભારતમાં દ્રૌપદી ચીર હરણનો વીડિયો પણ પોસ્ટ કર્યો અને લખ્યું, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.

રૂપા ગાંગુલી ત્રણ વખત સુસાઈડ કરવાની કોશિશ કરી ચુકી હોવાનું એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.