Kumbh Viral Girl Monalisa New Look: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન મોતી અને માળા વેચીને ચર્ચામાં આવેલી મોનાલિસા ભોંસલે ફરી એકવાર એન્ટરટેઇનમેન્ટ દુનિયામાં છવાઇ હતી. આ વખતે નવા વાયરલ વીડિયોમાં તેના ચાહકો પહેલી નજરે મોનાલિસાને ઓળખી શકતા નથી. વીડિયોમાં તે સુંદર મેકઓવર સ્ટાઇલમાં જોવા મળી રહી છે. તેનો બોલ્ડ અંદાજ પહેલી નજરે જ બધાને આકર્ષિત કરવા માટે પુરતો છે.
માળા વેચનાર મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ નહીં પરંતુ અનેક શાનદાર ટ્રાન્સફોર્મેશન વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. વીડિયો ક્લિપમાં મોડલ મોનાલિસા સેક્સી લૂકમાં જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં મોનાલિસાએ આકર્ષક ડિઝાઇન કરેલો નેકલેસ પહેર્યો છે. તેની વીંટીનો રંગ પણ નેકલેસ સાથે મેચ થાય છે. મોનાલિસાનો લુક સંપૂર્ણપણે એલિગન્ટ છે. આ લુકમાં તે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. આ લુકથી તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
સોશિયલ મીડિયા પર તેના ફેન્સ લખી રહ્યા છે કે તે મ્યૂઝિક વીડિયોમાં બિલકુલ દીપિકા પાદુકોણ જેવી લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જો તે આ ગતિએ આગળ વધતી રહેશે તો તે ટૂંક સમયમાં દીપિકા અને રિહાન્નાને પાછળ છોડી દેશે.
હાલમાં મોનાલિસાને બોલિવૂડમાંથી ફિલ્મોની ઓફર મળવા લાગી છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી મોનાલિસા હવે ફિલ્મી દુનિયામાં પ્રવેશી છે. પોતાની પહેલી ફિલ્મ પહેલા જ તેણે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. આજકાલ આ જ વાતની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં તે હવે મોડેલિંગની દુનિયામાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે.
તે આ બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે
સોશિયલ મીડિયા સેન્સેશન મોનાલિસા ટૂંક સમયમાં 'ધ ડાયરીઝ ઓફ મણિપુર' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સનોજ મિશ્રા કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તે એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી, એક્સપ્રેશન અને બેસિક ટ્રેનિંગ લઇ રહી છે. નોંધનીય છે કે સનોજ મિશ્રા પર બળાત્કારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ 2025એ સોશિયલ મીડિયા પર મોનાલિસાને બ્લુ-આઈડ ડોલ બનાવી હતી. હકીકતમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેના માટે દિવાના થવાને કારણે માળા વેચતી છોકરીનું નસીબ પણ ચમક્યું અને મહાકુંભની વાયરલ છોકરી હવે મોનાલિસા બની ગઈ છે.
મ્યૂઝિક વીડિયોની ક્લિપ શેર કરીને આ કહ્યું
મોનાલિસાએ બે દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેના આગામી મ્યૂઝિક વીડિયોની ક્લિપ શેર કરી હતી અને લખ્યું હતું કે આ ફક્ત એક ઝલક છે. આગામી મ્યૂઝિક વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે. તમને બધાને તેમાં મારો નવો અંદાજ જોવા મળશે. મ્યૂઝિક વીડિયોનું ટાઇટલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમે બધા મ્યૂઝિક આલ્બમમાં મોનાલિસાનો જાદુ જોવા માટે તૈયાર થઈ જાઓ. આમાં તમે બધા મોનાલિસાનો નવો જાદુ જોશો.