મુંબઈ : કેપ્ટન કૂલ મહેંદ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી’ આગામી દિલસોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 4500 સ્ક્રીન પર રિલીઝ થવાનો રેર્કોડ બનાવશે. આ ફિલ્મ શરૂઆતના સમયથી ખૂબ જ ચર્ચામાં રહી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને શરૂઆતના સમયથી જ ચર્ચા ચાલે છે કે કે બીજા મહત્વના ખેલાડીઓની ભૂમિકા કોણ કરી રહ્યું છે. ત્યારે ફરિવાર આ ફિલ્મ સાઉથ ઈંડિયન ફિલ્મ અભિનેત્રી લક્ષ્મી રાયને કારણે ચર્ચામાં આવી છે.
ધોની વર્ષ 2008માં ચેન્નઈનો કેપ્ટન હતો ત્યારે તેનું નામ લક્ષ્મી રાય સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ ધોનીએ આના પર ક્યારેય કોઈ ટીપ્પણી નથી કરી. હાલ ચર્ચામાં આવેલી લક્ષ્મી રાય મૉડલ અને અભિનેત્રી છે. લક્ષ્મીએ કહ્યું ફિલ્મમાં મારો કોઈ ઉલ્લેખ નહી કરાયો હોય. લક્ષ્મી રાય અંદાજે 50 અલગ-અલગ ભાષામાં કામ કરી ચુકી છે. લક્ષ્મી રાયે 15 વર્ષની ઉમરે જ એક્ટિંગની શરૂઆત કરી હતી.