વડોદરાઃ પૂર્વપત્ની સાથેની અંગતપળોનો વીડીયો વાયરલ થવાના કિસ્સામાં વડોદરામાં રહેતા પૂર્વ લશ્કરી અધિકારીના પુત્રની દિલ્લી સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વિગતો એવી છે કે, જૂના પાદરા રોડ પર નંદ સોસાયટીમાં પૂર્વ વીંગ બ્રીગેડીયર એસ.કે.લાંબા પરિવાર સાથે રહે છે. તેમના પુત્ર સુનીલના લગ્ન દિલ્લીની યુવતી સાથે થયા હતા. તેમના છૂટાછેડા આજથી અગિયાર વર્ષ પહેલાં થયા હતા. છુટાછેડા પૂર્વે સુનીલે પત્ની સાથેની અંગત પળોનો વીડીયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં દિલ્લીની એનજીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. એનજીઓએ કોર્ટમાં ફરિયાદ કરતાં વાત સીબીઆઈ સુધી પહોંચી હતી. ફરિયાદના આધારે સીબીઆઈએ સુનીલની ધરપકડ કરી છે.