Mahesh Babu Father death: સાઉથ સુપરસ્ટાર એક્ટર મહેશ બાબૂ (Mahesh Babu)ની માંનું તાજેતરમાં જ નિધન થયુ હતુ, વળી હવે એક્ટરને વધુ એક દુઃખના સામનો કરવો પડી રહ્યો છે, એક્ટરના ફેન્સ માટે એક દુઃખદ સમાચાર છે કે એક્ટર મહેશ બાબૂના પિતા કૃષ્ણા ઘટ્ટામનેની (Krishna Ghattamnaneni)નુ પણ 80 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. કૃષ્ણાને સોમવારે સવારે કાર્ડિએક અરેસ્ટના કારણે હૈદરાબાદની કૉન્ટિનેન્ટલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, મંગલવારે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
તેલુગુ સિનેમાનો મોટા અભિનેતા હતા મહેશ બાબૂના પિતા કૃષ્ણા, કૃષ્ણાની સિનેમાંમાં મોટા અભિનેતાઓમાં ગણતરી કરવામા આવે છે. તેને કેટલીય ફિલ્મો કરી છે અને તેમને કેટલીય ફિલ્મોને પ્રૉડ્યૂસ અને ડાયરેક્ટ પણ કરી છે. તેમના વિશે બતાવવામાં આવે છે કે તેમને અત્યાર સુધી 350 ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમની ફિલ્મી કેરિયરની શરૂઆત કુલા ગોથરાલુ (1961), પદંડી મુંધુકુ (1962), અને પરુવુ પ્રતિષ્ઠા (1963) જેવી ફિલ્મોથી કરી હતી. બાદમાં તેમને માનસુલુ (1965) માં એક લીડ એક્ટર તરીકે કાસ્ટ કરવામા આવ્યા હતા. કૃષ્ણાએ આગળ જઇને એક એક્ટર, ડાયરેક્ટર, અને ફિલ્મમેકર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી અને મોસાગલગુ મોસાગડુ, અલ્લૂરી સીતા રામારાજૂ, ગુડાચારી 116, જેવી ફિલ્મો બનાવી.
એક્ટર કૃષ્ણા ઘટ્ટામોનીના નિધન પર તેલંગાણાના મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. સીએમ ચંદ્રશેખર રાવે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી.