પ્રભાસ બાદ મેડમ તુસાદમાં સુપરસ્ટાર મહેશ બાબૂની એન્ટ્રી, શેર કરી તસવીર
નવી દિલ્લી: તેલુગુ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ બાદ વધુ એક સુપરસ્ટારની મેડમ તુસાદ મ્યૂઝિયમમા એન્ટ્રી થશે. તેલુગુ સ્પુરસ્ટાર મહેશબાબૂની મીણની પ્રતિમા મેડમ તુસાદમાં લગાવવામાં આવશે. હાલમાં જ અભિનેતાની સુપર હિટ ફિલ્મ ભારત અને નેનુની સફળતા બાદ મેડમ તુસાદમાં હવે તેની એન્ટ્રી થઈ છે. મહેશ બાબૂએ ટ્વિટ કરીને લખ્યું, મેડમ તુસાદનો ભાગ બની ખૂબ જ ખુશ છું. ટીમના તમામ સદસ્યોનો ઝીણવટભર્યું ધ્યાન રાખવા બદલ આભાર માન્યો. હાલમાં જ મેડમ તુસાદમાં એન્ટ્રી કરનારા કરન જોહર ભારતના પ્રથમ ફિલ્મમેકર બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ બાબૂની આ ફિલ્મ ગત સપ્તાહમાં શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતની સાથે દુનિયાભરમાં બંપર કમાણી કરી છે. રિલીઝના માત્ર 48 કલાકમાં કમાણીનો આ આંકડો પાર કરવો મોટી વાત છે.
'ભારત અને નેનુ' પહેલા મહેશ બાબૂની બે ફિલ્મો ફ્લોપ થતા તેના સ્ટારડમને થોડુ નુકશાન પહોચ્યું હતું પરંતુ હાલમાં જ આવેલી તેની ફિલ્મે ફરી વખત તેના સ્ટારડમને ઉંચાઈ પર પહોંચાડ્યું છે. મહેશ બાબૂની ફિલ્મ 'ભારત અને નેનુ'એ માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 125 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
રાજકારણથી પ્રેરિત આ ફિલ્મમાં મેહશ બાબૂએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ભૂમિકામાં છે. આ ફિલ્મ એમેરિકામાં પણ બાહૂબલી ફ્રેંન્ચાઈજિને પછાડીને સૌથી ઝડપથી 25 લાખ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -