વડોદરા: બારડોલીના પરિવારની કારનો હાઈવે પર થયો ભયાનક અકસ્માત, માતા-પુત્રનું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને અમને બધાંને કારમાંથી બહાર કાઢ્યા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ ગયા હતાં. બે લોકોના મોતના સમાચારથી પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો ફેલાઈ ગયો હતો.
ઈજા પામેલ પરિવારજનોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પરિવારજનો નિંદ્રાધિન હતા તે દરમિયાન કાર ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઈ હતી. જેવી કાર અથડાંતા અમે બધાંએ ચિસો પાડી હતી.
અકસ્માતમાં ઇજા પામેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પરિવારજનો નિંદ્રાધિન હતા. કાર ધડાકાભેર ટ્રક ટ્રેલર સાથે ભટકાતાની સાથે અમે ચિસ પાડી ઉઠ્યા હતા. જોકે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘટનામાં માતા-પુત્રની કારમી ચિસ અંતિમ ચિસ બની હતી.
વહેલી સવારે કપુરાઇ બ્રિજ ઉતરી રહ્યા હતા. તે સમયે રોડ ઉપર બંધ હાલતમાં પડેલ ટ્રક ટ્રેલરમાં ભટકાતા કાર રોડ ઉપર જ પલટી ખાઈ ગઇ હતી. જેમાં કારચાલક ઉમેશભાઇ મિસ્ત્રી અને તેમની માતા રંજનબહેન મિસ્ત્રીનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો વ્યોમ અને ઈશીકા સહિત 6ને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મિસ્ત્રી પરિવાર ગુરૂવારે સાંજે 6 કલાકે જામનગરથી બારડોલી જવા માટે રવાના થયો હતો. જોકે સવારે 4 કલાકે નેશનલ હાઇવે નંબર-8 ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઉમેશભાઇ મિસ્ત્રી કાર ચલાવી રહ્યા હતા. જ્યારે પરિવાર વહેલી સવારની નિંદર માણી રહ્યું હતું.
સુરત જિલ્લાના બારડોલીના સોમનાથ નગર સોસાયટીમાં રહેતા તુષારભાઇ મિસ્ત્રી ફર્નિચરનો વ્યવાસય કરે છે. ગત 20 એપ્રિલના રોજ તેઓ તેમની પ્રિયંકાબહેન અને પુત્ર વ્યોમ, સાળા ઉમેશભાઇ નિલેષભાઇ મિસ્ત્રી તેમની પત્ની નિમીષાબહેન, પુત્રી ઇશીકા અને બીજો સાળો મહેશભાઇ નિલેશભાઇ મિસ્ત્રી અને સાસુ રંજનબહેન નિલેશભાઇ મિસ્ત્રી કારમાં જામનગર ફોઈ સાસુના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
વડોદરા: વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 8 પર વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહેલ પરિવારની કારનો ટ્રેલર સાથે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં માતા-પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકો સહિત 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -