તેમણે પત્રકારોને કહ્યું કે, ‘મહેશ ભટ્ટ એક અથવા બે દિવસમાં પોતાનું નિવેદન નોંધાવશે. મંત્રીએ કહ્યું કે, એક્ટ્રેસ કંગના રનૌતને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે, તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અનુસાર, કંપની હાલમાં મનાલીમાં છે.
ધર્મા પ્રોડક્શનના સીઈઓને પણ સમન્સ
સુશાંત સિંહની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલિસ સતત તપાસમાં લાગી છે. આ જ ક્રમમાં પોલીસે ફિલ્મમેકર કરણ જૌહરની ફિલ્મ નિર્મર્ણ કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મેહતાને સામેલ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, જરૂરત પડવા પર કરણ જૌહરને પણ સમન્સ મોકલવામાં આવશે. આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે જૌહરની પ્રોડક્શન કંપનીના સીઈઓ મેહતાને હાલમાં જ સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા કરણ જૌહરની મેનેજર રેશ્મા શેટ્ટીનું નિેવેદન લેવામાં આવ્યું હતું.