મુંબઈ: બોલીવુડમાં પોતાની ફિલ્મોમાં પાક કલાકારોને લોંચ કરી ચૂકેલા ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે હાલમાં દેશમાં પાક કલાકારોના ફિલ્મમાં બેન કરવાના વિવાદ મામલે પોતાનો પક્ષ રાખ્યો હતો.
મહેશ ભટ્ટે પાક કલાકારોના બોલીવુડમાં કામ કરવાના લઈને મીડિયાને કહ્યું કે આતંકવાદ આપણી જીંદગી પર ખૂબ જ ઉંડી અસર પાડે છે. પાક કલાકારોનો ભારતમાં થઈ રહેલો વિરોધ આ આતંકવાદનું દુષ્પરિણામ છે. પાક કલાકરો પર બેન કરવાના વિવાદમાં આતંકવાદ જવાબદાર છે.
મહેશ ભટ્ટે આગળ કહ્યું કે ભારત સરકારે સાફ કહી દિધુ છે કે ભારતમાં પાક કલાકારોને કામ કરવા પર રોક ન લગાવી શકાય અને ભારતમાં હાલ જે વિરોધ થઈ રહ્યો છે તે આતંકી હુમલા પછી લોકોનો ગુસ્સો છે, પરંતુ આ ગુસ્સાના કારણે બંને દેશના લોકોએ અંગત સંબંધો પૂરા ન કરવા જોઈએ. મહેશ ભટ્ટે કહ્યું આતંકવાદ પર લગામ લાગવી જોઈએ પરંતુ બંને દેશોના લોકોનું કનેક્શન જોડાયેલું રહેવું જોઈએ, બંને દેશના લોકોએ પોતાની સરકાર પર દરેક મુદ્દા પર વાતચીતથી હલ કરવા માટેનું દબાણ લગાવવું જોઈએ. મહેશ ભટ્ટે કહ્યું લોકોએ યુદ્ધ કરવાની નહી પરંતુ યુદ્ધ રોકવાની કોશિશ કરવી જોઈએ.