નવી દિલ્લી: રશિયા અને વિશ્વની ઑયલ સેક્ટરની સૌથી મોટી પબ્લિકલી ટ્રેડેડ કંપની રૉસનેફ્ટે ભારતીય કંપની એસ્સાર ઑયલમાં 49 ટકા ભાગેદારી ખરીદી છે. તેના સિવાય બે કંપનીઓની જોઈંટ વેંચર કેસાની ઈંટરપ્રાઈજેજે પણ એસ્સાર ઑયલમાં 49 ટકાની ભાગેદારી ખરીદી છે.


રૉસનેફ્ટની આગેવાનીમાં આ કેશ ડીલ લગભગ 86 હજાર કરોડ રૂપિયામાં થઈ છે. જેના પછી એસ્સારની એસ્સાર ઑયલમાં ભાગેદારી માત્ર 2 ટકા બચી છે. આ ડીલથી એસ્સાર ઑયલને 4.5 અરબ ડૉલરનું દેવું ચૂકવવામાં મદદ મળશે. આ ડીલની પ્રૉસેસ 2017 પહેલા ક્વાર્ટરમાં પુરી થવાની આશા છે.