Mahima Chaudhary : બોલિવૂડની જાણીતી અભિનેત્રી મહિમા ચૌધરીની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. મહિમાને પરદેશ ફિલ્મથી ખાસ લોકપ્રિયતા મળી હતી. મહિમા છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગ ફિલ્ડથી દૂર છે. તે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરે છે. ફેમસ એક્ટર અનુપમ ખેરે તાજેતરમાં મહિમાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મહિમા કહે છે કે તે સ્તન કેન્સર સામે લડી રહી છે.


અનુપમ ખેરે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "મેં મહિમા ચૌધરીને એક મહિના પહેલા ફોન કર્યો હતો. ત્યારે હું અમેરિકામાં હતો. હું મારી 525મી ફિલ્મમાં મહત્વના રોલ વિશે મહિમા સાથે ચર્ચા કરવા માંગતો હતો. પછી અમે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે મને ખબર પડી કે મહિમાને સ્તન કેન્સર છે. 


આગળ અનુપમે લખ્યું કે તેણીની જીવનશૈલી અને તેણીનો અભિગમ સમગ્ર વિશ્વની મહિલાઓને જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે પ્રેરણા આપી શકે છે. તેણી ઇચ્છતી હતી કે હું તેની સફરને સૌની સામે લઇ જાવ. મિત્રો, તેના માટે પ્રાર્થના કરો હવે તે કમબેક કરી રહી છે.વિડીયોમાં મહિમા ભાવુક થતી જોવા મળી રહી છે. જુઓ આ વિડીયો 



મહિમા ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટથી દર્શકો સામે આવશે. અનુપમ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયો પર કોમેન્ટ કરીને ઘણા નેટીઝન્સે મહિમાને તેના નવા પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા છે.


મહિમાએ આ ફિલ્મોમાં કામ કર્યું હતું
મહિમાએ પરદેશ સાથે ધડકન અને ઓમ જય જગદીશ જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 1999માં રિલીઝ થયેલી દિલ ક્યા કરેએ મહિમાને ખૂબ જ લોકપ્રિય બનાવી હતી. મહિમાએ 2016માં આવેલી ફિલ્મ ડાર્ક ચોકલેટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરદેશ ફિલ્મમાં શાહરૂખ અને મહિમાની જોડીને દર્શકોએ ખૂબ વખાણી હતી. મહિમાએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2013 માં મહિમાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.