રણબીર કપૂર લંડનની ફાઈવસ્ટાર હોટલમાં આ હોટ પાકિસ્તાની હીરોઈન સાથે રાત રોકાયો, જાણો વિગત

વાયરલ તસવીરોમાં બંને સિગરેટ પીતા નજર આવ્યા હતા. ફોટો વાયરલ થયા બાદ બંનેનું અફેર ચાલતું હોવાની ખબરો પણ આવી હતી. જો કે માહિરાએ એક ઈંટરવ્યૂમાં સ્પષ્ટતા કરી કે, રણબીર અને તેની વચ્ચે અફેર નથી. માહિરા ખાને તેના પતિ સાથે ડિવોર્સ લીધા છે, માહિરા ખાન એક પુત્રની માતા છે.
જો કે રણબીર કપૂર હજુ લંડનમાં છે. રણબીર અહીં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ફાઈટિંગ સીન માટે માર્શલ આર્ટ, કલરીપયટ્ટૂ અને વરમાતલઈ શીખી રહ્યા છે. થોડા સમય પહેલાં જ રણબીર અને માહિરાની ન્યૂયોર્કમાં સાથે સમય વિતાવતી તસવીર વાયરલ થઈ હતી.
એક રિપોર્ટ પ્રમાણે, રણબીર અને માહિરા ખાન લંડનમાં એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. રણબીરના દિલમાં આજે પણ આ પાકિસ્તાની એક્ટ્રેસ માટે સોફ્ટ કોર્નર છે. થોડા દિવસ સુધી ક્વોલિટી ટાઈમ સાથે પસાર કર્યા બાદ માહિરા પાકિસ્તાન પરત ફરી.
લંડનમાં માહિરા ખાન પોતાની કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ ‘વર્ના’નું પ્રમોશન કરવા પહોંચી છે. લંડનમાં માહિરાએ મીડિયાને ઈંટરવ્યૂ આપ્યો અને #Metoo કેમ્પેન વિશે વાત પણ કરી.
નવી દિલ્હીઃ બુલ્ગારિયામાં બ્રહ્માસ્ત્રના પ્રથમ શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યા બાદ આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી ભારત આવ્યા હાત. પરંતુ રણબીર કપૂર ભારત આવવાના બદલે સીધો જ લંડન પહોંચી ગયો હતો. રણબીરના લંડન જવા પાછળ મોટું રહસ્ય છૂપાયેલું છે. નોંધનીય છે કે, રણબીરની ફ્રેન્ડ માહિરા ખાન પણ લંડનમાં પણ છે.