આઇટીના સકંજામાં ફસાયો નવજોત સિદ્ધુ, 2 બેન્ક ખાતા સીઝ, બાકી ટેક્સ માટે I-Tએ કાર્યવાહી કરી
આ ટેક્સ ડિફોલ્ટર્સની યાદીમાં અમદાવાદના 6 અને સુરત તથા વડોદરાના એક એક મળીને 8 ડિફોલ્ટર્સ છે. અમદાવાદના છ ડિફોલ્ટર્સનો કુલ રૂ.12,691.68 લાખનો ટેક્સ થાય છે. જ્યારે વડોદરાના રિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટનો રૂ.10.32 કરોડનો અને સૂરતના જેએન સ્ટીલ્સનો રૂ.8.05 કરોડનો ટેક્સ બાકી નિકળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિપાર્ટમેન્ટે નેમ એન્ડ શેમ ડિફોલ્ટર્સ પોલિસી હેઠળ દેશના અગ્રણી અખબારોમાં `લિસ્ટ ઓફ ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ' એવા શીર્ષક હેઠળ આ નામો છાપ્યા છે, જેમાં દેશના વિવિધ શહેરોમાં અમદાવાદ, સૂરત અને વડોદરા શહેરના વેપારીઓ કે કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
ન્યુઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 52 લાખ રૂપિયાના બાકી ટેક્સ માટે તેમના બે બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, સિદ્ધુએ વર્ષ 2014-15 માટે ફાઇલ કરેલા ટેક્સ રીટર્ન માટે ખર્ચના બિલ્સ રજૂ નહિ કરતા તેમની પર આ કાર્યવાહી થઇ છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઇન્કમ ટેક્સ નહિ ભરનારા લોકોના નામ જાહેર કર્યા છે, જેમનો કુલ રૂ.490 કરોડનો આવક વેરો ભરવાનો બાકી છે. આ લિસ્ટમાં એવા લોકોના નામ છે કે જેમના વિશે કોઇ ભાળ નથી મળતી અને એવા પણ છે કે જેમના બાકી ટેક્સ કરતા તેમની પાસે અપૂરતી મિલકત છે.
નવી દિલ્હીઃ પોતાના હાજર જવાબી માટે જાણીતા અને હંમેશા ચર્ચામાં રહેનારા કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સ સિંહ સિદ્ધુ હવે નવી મુશ્કેલીમાં ફસાયા છે. સિદ્ધુ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ચૂંગામાં ફસાયા છે. માહિતી પ્રમાણે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સિદ્ધુના 2 બેન્ક ખાતા સીઝ કરી દીધી છે, સિદ્ધુ પર આરોપ છે છે કે સિદ્ધુએ પુરેપુરો ટેક્સ નથી ભર્યો.
રિપોર્ટસ અનુસાર, નવજોતસિંહ સિદ્ધુએ ટ્રાવેલ પર 38 લાખ રૂપિયા, કપડાં પર 28 લાખ રૂપિયા, સ્ટાફના પગાર પર 47 લાખ રૂપિયા અને ફ્યૂઅલ પર 18 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. જોકે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ પર સિદ્ધુ ખર્ચના બિલ્સ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -