બદલાઈ જશે તમારો ફેવરી શો Bigg Boss, આ સીઝનમાં જોવા મળશે આ 3 મોટા ફેરફાર
ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન 11 અત્યાર સુધીની સૌથી સુપરહીટ સીઝન રહી છે. ગત કેટલાક વર્ષોથી બિગબોસને સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યા છે, તો આવામાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ વખતે બીજું કોણ હશે.
સૂત્રોનું માનીએ તો, થીમ જોડીદાર હશે, ઓ આ વખતે સલમાન ખાન પણ કોઈ જોડીદાર સાથે સીઝન 12ને હોસ્ટ કરી શકે છે. તેને લઈને મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરાઈ. પરંતુ મેકર્સ શોની થીમના હિસાબે બે સેલેબ્સ પાસેથી હોસ્ટિંગ કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
બિગબોસ સીઝન 11ની થીમ ‘પાડોશી આએ બજાને 12’ હતી. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ વખતે જોડી માત્ર લવર્સના રૂપમા હશે. આ બાબતની હિન્ટ બિગબોસ સીઝન 12ના ઓડિશન પ્રોમોમાં આપવામાં આવી છે.
બિગબોસ સીઝન 12 આ વખતે એક મહિના પહેલા એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. ગઈ સીઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આવામાં એક મહિના પહેલા નવી સીઝનને શરૂ કરવાથી લોકોનુ એક્સાઈટમેન્ટ વધી જશે.
નવી દિલ્હીઃ કલર્સનો જાણીતો રિયાલિટી શો બિગ બોસ સીઝન 11ની શાનદાર સફળતા બાદ હવે આ શોના ફેન્સ નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોના મેકર્સ પણ આ શોની નવી સીઝનની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે તમને શોમાં અનેક નવા ફેરફાર જોવા મળશે જેમાં 3 મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.