મુંબઈઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નને લઈને અટકળો છે કે બન્ને 19 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની અફવાને લઈને મલાઈકા અરોરાએ મૌન તોડ્યું છે. અહેવાલ મુજબ, મલાઈએ લગ્નના અહેવાલને નકારી કાઢ્યા છે. સૂત્રો મુજબ અર્જુન સાથે લગ્ન પર મલાઇકાએ કહ્યું Not True.



આ પહેલા અર્જુન સાથે અફેરને લઈને મલાઈઆકે કહ્યું હતું કે, આ દરેક વાતો મીડિયાએ બનાવી છે. મને લાગે છે કે દરેક લોકો મૂવ ઓન કરીને પ્રેમ અને એક સાથી મેળવવા ઇચ્છે છે. જ્યારે અર્જુન કપૂરના પિતા બોની કપૂરે પણ મલાઇકા અને અર્જુન કપૂરના લગ્નને અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે આ વાતમાં કોઇ સત્યનથી.