અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા આગામી મહીને કરશે લગ્ન ?, જાણો વિગત
જણાવી દઈએ કે અર્જૂન કપૂર હાલમાં આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાણીપત’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. જ્યારે મલાઇકા છેલ્લી વખત પટાખા ફિલ્મમાં એક આઇટમ સોંગમાં નજર આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ પ્રમાણે મલાઈકા અને અર્જૂન આગામી મહીનામાં લગ્ન કરી શકે છે. બન્ને ઈસાઈ રીતિ રિવાજથી લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નને ધ્યાનમાં લેતા અર્જૂન અને મલાઇકાએ લોખંડવાલા પાસે અપાર્ટમેન્ટ પણ ખરીદી લીધો છે.
જો કે લગ્ન અંગે કેટલું સાચું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એપ્રિલમાં બન્ને લગ્ન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મલાઇકા અને અર્જૂન અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવ્યાં છે.
ગત દિવસોમાં જ્યારે અર્જૂન કરણ જોહરના ચેટ શો ‘કોફી વિદ કરણ’માં ગયા હતા ત્યારે તેણે કહ્યું હતું કે તે હવે લગ્ન માટે તૈયાર છે.
મુંબઈ: અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હાલમાં જે રીતે બન્ને એકબીજા સાથે ડિનર અને લંચ ડેટ પર નજર આવી રહ્યાં છે. જેની તસ્વીરો પણ વાયરલ થતી રહે છે. તેને લઇને અફવાઓને પણ ગતિ મળી જાય છે. જો કે બન્નેએ પોતાના અફેર અંગે અત્યાર સુધી જાહેરમાં કોઈ જ ખુલાસો કર્યો નથી. તેની વચ્ચે હવે ખબર આવી છે કે મલાઇકા અને અર્જૂન પોતાના રિલેશનને નામ આપવાની તૈયારી કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -