મુંબઈ: અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. ત્યારે વુમેન્સ ડેના દિવસે પણ બન્ને સાથે સમય વિતાવતા નજર આવ્યા હતા.
અર્જૂન અને મલાઇકા બન્ને જૂહુના એક રેસ્ટોરેન્ટમાં મોડી રાતે સાથે ડિનર કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન બન્ને એકબીજા સાથે ખુબજ કંફર્ટેબલ નજર આવી રહ્યાં હતા.
આ દરમિયાન અર્જૂન કપૂર પૈપરાજીને પોઝ આપતા નજર આવ્યા હતા જ્યારે મલાઇકાએ મીડિયાને ઇગ્નર કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
બન્નેના એફરની ખબરો વચ્ચે એવી પણ ખબર આવી છે કે મલાઇકા અને અર્જૂન પોતાના રિલેશનને હવે નામ આપવાની તૈયારી કરી રહ્યાં છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે મલાઈકા અને અર્જૂન આગામી મહીનામાં લગ્ન કરી શકે છે. બન્ને ઈસાઈ રીતિ રિવાજથી લગ્ન કરી શકે છે.
અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા આગામી મહીને કરશે લગ્ન ?, જાણો વિગત
તલાકના બે વર્ષ બાદ અરબાઝ ખાને મલાઇકા સાથેના તલાકને લઇને આપ્યુ નિવેદન, જાણો વિગતે
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નને ધ્યાનમાં લેતા અર્જૂન અને મલાઇકાએ લોખંડવાલા પાસે અપાર્ટમેન્ટ પણ ખરીદી લીધો છે.