અરબાઝ સાથે તલાક બાદ મલાઇકા કરી રહી છે આ એક્ટરને ડેટ, 2 વર્ષ બાદ બન્ને મળ્યા એક પાર્ટીમાં, તસવીરો આવી સામે
નોંધનીય છે કે, મલાઇકા, અર્જૂનથી 12 વર્ષ મોટી છે અને તેને 15 વર્ષનો પુત્ર અરહાન પણ છે. એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ અર્જૂનની સાથે પોતાના સંબંધને લઇને કહ્યું હતું કે, અર્જૂન મારો ખુબ સારો મિત્ર છે, પણ લોકો અમારા સંબંધને ખોટી રીતે જુએ છે.'
હવે જ્યારે અરબાઝ ખાન, જ્યોર્જિયા એન્ડ્રિયાની નામની છોકરીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ અને જ્યોર્જિયાની તસવીરો પણ સામે આવી ચૂકી છે. મલાઇકાને લાગે છે કે અરબાઝ રિલેશનશિપમાં આવી ગયો છે તે તેને પણ પોતાનો સંબંધ છુપાવવાની કોઇ જરૂર નથી. મલાઇકા પણ જ્યોર્જિયાને મળી ચૂકી છે.
બોનીની ડર હતો કે જો અર્જૂને સલમાન સાથે પંગો લીધો તો તેની કેરિયર પર અસર પડી શકે છે. બોની કપૂરની સલાહ પર અર્જૂને મલાઇકા પબ્લિકલી મળવાનું બંધ કરી દીધું. છેલ્લા એક વર્ષથી બન્ને કોઇ ઇવેન્ટમાં સાથે નથી દેખાયા.
મુંબઇઃ મલાઇકા અરોડા ફરી એકવાર અર્જૂન કપૂરની સાથે પોતાના સંબંધોને લઇને ચર્ચામાં આવી છે. તાજેતરમાં લેકમે ફેશન વીક 2018 દરમિયાન બન્નેને સાથે બેઠેલા જોવામાં આવ્યા હતા. ઇવેન્ટમાં મલાઇકા અરોડા અને અર્જૂ કપૂરનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
અરબાઝ સાથે તલાક લેવાનું કારણ પણ અર્જૂનને જ માનવામાં આવતું હતું. તે સમયે ખાન પરિવાર ખાસ કરીને સલમાન પોતાના ભાભી મલાઇકા અને અર્જૂનના સંબંધો વિશે સાંભળીને ગુસ્સે થઇ જતો હતો. વળી, અર્જૂનના પિતા બોની કપૂરને પણ બન્નેના સંબંધોથી નારાજગી હતી.
પહેલા બન્નેના અફેરની ચર્ચાથી કપૂર અને ખાન પરિવાર સાથે અનબન થઇ ચૂકેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઇકા અરોડા, અર્જૂનની સાથે પોતાના સંબંધોની ઓફિશિયલ કરવા ઇચ્છે છે. મલાઇકાએ 2 વર્ષ પહેલા અરબાઝ ખાન સાથે તલાક લીધા છે.