આ એક્ટ્રેસે શેર કર્યો ખતરનાક વર્કઆઉટનો VIDEO, યૂઝર્સે કહ્યું- આ ઉંમરમાં વધારે ઉછળ.....
abpasmita.in | 16 May 2019 07:23 AM (IST)
મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટ થયાના બે કલાની અંદર 4 લાખથી વધુ લોકોએ જોયો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાના સોશિયલ મીડિયામાં વર્કઆઉટની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ મલાઈકાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના હોટ ફિગર માટે વર્કઆઉટ કરતીં જોવા મળી રહી છે. તેની સાથે જ તે વર્કઆઉટ તરીકે ખતરનાક સ્ટન્ટ કરતી પણ જોવા મળી રહી છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટ થયાના બે કલાની અંદર 4 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મલાઈકા અરોરા જેવી કસરત કરવી સરળ નથી. આ કસરત કર્યા પહેલા કલાકો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હશે. મલાઇકા પણ તાલીમ પછી આમ કરવા માટે સફળ થશે. જોકે મલાઈકાના આ વીડિયોને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. એક યૂઝરે કહ્યું કે, તમારે એરોબિક ટ્રાઈ કરવું જોઈએ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ ઉંમરમાં વધારે ઉછળ કૂદ કરવું યોગ્ય નથી. જો વૃદ્ધાવસ્થામાં હાડકું આમ તેમ થઈ ગયું તો સમસ્યા થઈ જશે. મલાઈકા અરોરા હાલમાં દિવસોમાં અર્જુન કપૂર સાથે તેમની મિત્રતાને લઇને ચર્ચામાં છે. ભૂતકાળમાં અર્જુન અને મલાઈકા વિશે કેટલાક સમાચાર સામે આવ્યાં હતા.