મુંબઇઃબોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના સંબંધોને લઇને ચર્ચામાં છે. બંન્નેને અનેકવાર એક સાથે જોવામાં આવ્યા છે. હાલના દિવસોમાં ઓસ્ટ્રિયામાં વેકેશન માણી રહ્યા છે. બંન્નેએ સોશિયલ મીડિયા પર આ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.


મલાઇકાએ પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ફૂલો સામે ઉભી રહેતી જોવા મળી રહી છે. તસવીર સાથે તેણે લખ્યું કે, મને લાગે છે કે હું મારા વિચારોમાં ખોવાઇ ગઇ છું. તે સિવાય એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની તસવીર શેર કરી છે. ફોટો જોઇને લાગી રહ્યું છે કે આ સેલ્ફી તેણે વહેલી સવારે ક્લિક કરી છે. તસવીર નીચે લખ્યું કે આશાની કિરણ. અર્જૂન કપૂરે ઇન્સ્ટાગ્રામ એક તસવીર શેર કરી છે જેની નીચે તેણે લખ્યુ કે, bloody fools.


થોડા સમય અગાઉ ચર્ચા હતી કે અર્જૂન અને મલાઇકા જલદી લગ્ન કરી લેશે. જોકે, અર્જૂને આ રિપોર્ટને ફગાવી દીધા હતા. તે સિવાય મલાઇકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, હાલમા લગ્નનો કોઇ પ્લાન નથી.