મુંબઈઃ મલાઇકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર યોગ કરતી તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેની શાનદાર ફ્લેક્સિબિલિટી જોઈ શકાય છે. જોકે, આ ફોટા પર લોકોએ ખૂબ ગંદી કોમેન્ટ્સ કરી હતી.


મલાઇકાના ફોટા પર કેટલાક યૂઝર્સે સેક્શુઅલથી લઈ બોડી શેમિંગ સુધીને કોમેન્ટ્સ કરી. આ કોમેન્ટ્સ વાંચીને કેટલાક લોકો એક્ટ્રેસના બચાવમાં પણ આવ્યા. તેમણે મલાઇકાની પ્રશંસા કરી અને ટ્રોલર્સને જવાબ આપવાનું શરૂ કર્યું.


મલાઇકાના ફેન્સે લખ્યું, જે લોકો આવી ગંદી કોમેન્ટ કરી રહ્યા છે તેઓ ઈર્ષા કરી રહ્યા છે. અન્ય એકે લખ્યું, લખતાં પહેલા જરા વિચારી લો કે તમે શું બકવાસ કરી રહ્યા છો. તેની સાથે અનેક યૂઝર્સે મલાઈકની 45ની ઉંમરે પણ શાનદાર ફિટનેસને લઈ પ્રશંસા કરી હતી.


મલાઈકા અવારનવાર તેની બોલ્ડનેસ અને ઉંમરમાં નાના અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઈ ચર્ચામાં રહે છે.