મુંબઇઃ ક્રિકેટ સ્ટાર્સ અને સિનેમા જગતના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યાં છે, લિસ્ટ પણ બહુ લાંબુ છે. હવે આ લિસ્ટમાં એક નવુ નામ જોડાયુ છે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનું. બુમરાહની બૉલિંગનો દરેક ભારતીય દિવાનો છે. તેના બૉલથી ભલભલા બેટ્સમેનો બૉલ્ડ થઇ જાય છે, પણ બુમરાહને સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને બૉલ્ડ કરી દીધો છે. હાલમાં બન્નેના અફેરની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.



રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેના સંબંધો વિશે ત્યારે પણ ચર્ચા થઇ હતી જ્યારે બુમરાહે અનુપમા પરમેશ્વરનને ટ્વીટર પર ફોલૉ કરવાનું શરૂ કર્યુ હતુ.



ખાસ વાત એ છે કે, બુમરાહે હજુ સુધી કોઇપણ બૉલીવુડ એક્ટ્રેસને ફોલૉ નથી કરી.



અનુપમા પરમેશ્વરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ 2016માં તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ. હાલમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રૉડક્શનમાં કામ કરી રહી છે.



ઉલ્લેખનીય છે કે, આ પહેલ બૉલર બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે જોડાયુ હતુ. જોકે બાદમાં આ વાતને બન્નેએ ફગાવી દીધી હતી.