મલાઇકાનું બ્યુટી સિક્રેટ યોગાસન છે. તેમણે ત્રણ યોગાસન તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા બ્યુટી સિક્રેટ શેર કર્યું છે.
સેતુબંધાસન
ઇન્સ્ટાગ્રામમાં મલાઇકાએ સેતુબંધાસન કરતા ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, આ આસનથી બ્રિજ જોવો પોઝ બને છે. તેનાથી છાતી, ગરદન અને પીઠ પર સ્ટ્રેસ આપે છે. આ આસનથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.
આસન કરવાની રીત
- સીધા ફ્લોર પર સૂઈ જાઓ અને હથેળીઓને જાંઘની બાજુમાં મૂકો.
- તમારા બંને ઘૂંટણ, પગ અને હિપ્સને વળાંક આપો અને હીલને હિપ્સની નજીક રાખો.
- શ્વાસ લો અને તમારા હિપ્સને ફ્લોરથી ઉંચા કરો અને તમારા પેટ અને છાતીને ઉઠાવો.
- તમારા હાથથી પીઠને ટેકો આપો.
- હવે આગળની તરફ આંગળીઓથી પગ સીધા કરો.
- 10 થી 15 સેકંડ માટે આ સ્થિતિમાં રહો અને ત્યારબાદ જૂની સ્થિતિ પર પાછા ફરો.
- જો ગરદનમાં દુખાવાની સમસ્યા હો કે, સ્પોન્ડિલાઇટિસથી પીડિત હોય તેને આ આસન કરવાનું ટાળવું જોઈએ.
સર્વાંગાસન
થોડા દિવસ પહેલા મલાઇકાએ સર્વાગાસનનો ફોટ શેર કર્યો હતો. આ આસનના પણ અનેક લાભ છે. આ આસન હિપ્સ અને પગને ટોન કરે છે. આ સાથે ખબા અને ગરદનને સ્ટ્રેચ કરે છે. થાઇરોઇડ અને પેટના અંગોને ઉતેજિત કરે છે.તણાવને દૂર કરવામાં મદદ કરે છે અને મેનોપોઝના લક્ષણોને ઓછા કરે છે.
સર્વાંગાસન કરવાની રીત
- આવું કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ.
- ધીમે ધીમે તમારા પગ ઉપરને ઉંચા કરો અને તેને 90 ° ખૂણા પર લાવો.
- હિપ્સને ઉઠાવવા સાથે પગને માથા તરફ રાખો.
- પગ, પેટ અને છાતીને ઉઠાવો અને સીધી રેખા બનાવવાનો પ્રયાસ કરો.
- ટેકો માટે તમારી પીઠ પર હથેળીઓ મૂકો.
- તમારી છાતી પર દાઢી રાખવાનો પ્રયત્ન કરો.
- 15 સેકન્ડ કે તેથી વધુ સમય માટે સ્થિતિમાં રહો
વીરભદ્રાસન
આ ફોટોમાં મલાઇકા વીરભદ્રાસન કરતી જોવા મળે છે. આ યોગાસનમાં તેની ખૂબસૂરતીનું રાઝ છુપાયેલું છે. આ આસનથી ખબા અને હિપ્સ પર સ્ટ્રેચ આવે છે.બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે જેનાથી ત્વચા કાંતિમય બને છે.
વીરભદ્રાસન આસન કરવાની રીત
- બંને પગ વચ્ચે થોડું અંતર રાખો.
- તમારા જમણા પગને 90 ડિગ્રીના ખૂણા પર અને ડાબા પગને 45 ડિગ્રી પર રાખો.
- તમારા ખભાના સ્તરે તમારા હાથને જમીનની સમાંતર લાવો.
- તમારા જમણા ઘૂંટણને વાળો અને જમણા હાથ તરફ જુઓ.
- તમારી હિપ સ્કાયર અને જમણા થાઇને જમીનની સમાંતર રાખો.
- 10 થી 15 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને આ યોગાસન ફરીથી કરો
મલાઇકાની જેમ, તમે પણ આ યોગાસન કરીને વધતી ઉંમરે પણ યંગ અને બ્યુટીફુલ દેખાઇ શકશો.