મલાઈકા અરોરાના Birthday પર અર્જૂન કપુરે શેર કરી રોમેન્ટિક તસ્વીર, જુઓ તસવીર
abpasmita.in | 23 Oct 2019 07:12 PM (IST)
મલાઈકા અરોરાના 46મા જન્મદિવસ પર અર્જૂન કપુરે એક ખાસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજે પોતાનો 46મોં જન્મ દિવસ ઉજવી રહી છે. મલાઈકાએ બુધવારે મોડી રાત્રે પોતાના ખાસ મિત્રો અને બૉયફ્રેન્ડ અર્જૂન કપુર સાથે બર્થડે પાર્ટી ઉજવી. બર્થડે પાર્ટીની કેટલીક વીડિયો અને તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ત્યારે કથિત બોયફ્રેન્ડ અર્જૂન કપુરે મલાઈકાને ખૂબજ ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મલાઇકા સાથે એક તસવીર શૅર કરી છે. જેમાં અર્જૂન મલાઇકાના માથા ઉપર કિસ કરતા નજર આવી રહ્યો છે. આ તસવીર સાથે કેપ્શનમાં અર્જૂને એક ખાસ ઇમોજી પણ શેર કર્યું છે. આ પહેલા મલાઈકાએ અર્જૂન કપુર સાથે પોતાની એક ખાસ તસવીર શેર કરી હતી. અર્જૂનના જન્મદિવસ પર જ આ કપલે પોતાના આ રિલેશનને ઓફિશિયલ કરી હતી. (સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)