ગાંધીનગરઃ એક તરફ શિયાળાનો માહોલ હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે.




આ દરમિયાન આજે બપોરે અમરેલીના ખાંભા પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. ખાંભાના ખડાધાર, મોટા બારમણ, બોરાળા, હનુમાનપુર, ચતુરીમાં માવઠાથી ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. સતત વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે માવઠાથી કપાસના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.



ગઇકાલના કમોસમી વરસાદથી સાવરકુંડલા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે.  સાવરકુંડલા તાલુકાના સૌથી વધારે પ્રભાવિત થયેલા બાઢડા ગામમાં ત્રણ ચાર ઈચ જેટલો વરસાદ પડયો હતો. સાવરકુંડલા અને રાજુલા સિવાય ધારી તાલુકાના દલખાણીયા, જીરા , સરસીયા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે.



દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઠંડો પવન ફૂંકાવાથી વાતારવણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ધોનીની નિવૃત્તિ પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- ચેમ્પિયન જલદી રમત નથી છોડતાં, જ્યાં સુધી હું છું.....

મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત