મુંબઈ: શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ મલંગ અન શિકારા બંને બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. બંને ફિલ્મોની કમાણી જોવામાં આવે તો દિશા પટણની ફિલ્મ મલંગ શિકારા કરતા કમાણી મામલે આગળ નિકળી ગઈ છે. પ્રથમ વિકેન્ડ પર બંને ફિલ્મો જોવા માટે થિયેટરમાં દર્શકો પહોંચ્યા છે.




ફિલ્મ મેકર મોહિત સૂરીની ફિલ્મ મલંગએ વીકેન્ડ પર વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ શિકારાની તુલનામાં બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગ મળી છે. મલંગ ફિલ્મે શરૂઆતના ત્રણ દિવસમાં 25.36 કરોડની કમાણી કરી લીધી છે. શિકારા માત્ર 4.95 કરોડની કમાણી કરી શકી છે.

ઉલ્લેખનીય છે કે મલંગ એક સસ્પેન્સ ફિલ્મ છે. આ ફિલ્મ મુખ્ય રીતે ગોવાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આદિત્ય રોય કપૂરની સોલો હિરો તરીકે આ ફિલ્મ હાઈએસ્ટ ઓપનિંગ છે. ફિલ્મે પ્રથમ દિવસે 6.71 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 8.89 કરોડની કમાણી કરી હતી.