રાણા દગ્ગુબાતીની ફિલ્મ હાથી મેરે સાથીનું દિગ્દર્શન પ્રભુ સોલોમને કર્યું છે. તમિલ ભાષામાં આ ફિલ્મનું નામ 'કાદન' અને તેલુગુ ભાષામાં 'અરણ્ય' છે. રાણા ફર્સ્ટ લુકમાં ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. રાણાની પાછળ જ એક હાથી દેખાય છે.
અજય દેવગણની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' છોડવાને લઈને રાણા દગ્ગુબાતી ચર્ચામાં આવ્યો હતો. રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હિરણ્યકશ્યપ' પણ ખૂબ જ ચર્ચામાં છે. તે એક મેગાબજેટ ફિલ્મ છે જેનું નિર્માણ તેના પિતા સુરેશબાબુ કરશે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી સામે નથી આવી.