મુંબઈ: આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી સ્ટારર ફિલ્મ ‘મલંગ’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં આદિત્ય પોતાની ગત ફિલ્મ કરતા ખૂબજ અલગ નજર આવી રહ્યો છે. આ પહેલા ફિલ્મમાં આદિત્ય અને દિશાના લૂક્સ સામે આવ્યા હતા. ફિલ્મનું ટ્રેલર 6 જાન્યુઆરીએ રિલીઝ થશે.

ફિલ્મના ફર્સ્ટ લૂકમાં આદિત્ય રોય કપૂર શર્ટલેસ નજર આવી રહ્યો છે. તેના લૂકમાં ઝનૂન જોવા મળી રહ્યું છે. આદિત્યએ આ પોસ્ટરને શેર કરતા લખ્યું કે, “પ્રેમની જેમ નફરત પણ પવિત્ર હોય છે. ” આ સિવાય દિશા પટણીનો લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે.


મોહિત સૂરી નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.