એક અહેવાલ અનુસાર એક્ટ્રેસે જણાવ્યું કે, પ્રોડ્યુસરે મને ટૉપ ઉતારવા માટે કહ્યું. હું ખૂબ જ ડરી ગઇ હતી અને મારે શું કરવું તે મને સમજાતુ ન હતું. રાઠોડે બાળપણમાં આ મુશ્કેલીનો સામનો કર્યો હતો પરંતુ આજે તે સતત આગળ વધી રહી છે.
સાથે જ એક મેલ એક્ટરનું કહેવું છે કે જો તમારા બોલીવુડમાં કનેક્શન ન હોય તો તમારુ બોલીવુડમાં આવવુ મુશ્કેલ છે. મલ્હારે ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે અને હૉટ સ્ટાર પર તેની તેરે લિયે બ્રો, સનસિલ્ક રિયલ એફએમ, હોસ્ટેજેસ જેવી સીરીઝમાં પણ અભિનેત્રી તરીકેની ભુમિકા ભજવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, મલ્હાર પહેલાં બોલિવૂડની અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી ચૂકી છે અને પોતાનો અનુભવ જણાવી ચૂકી છે.