મુંબઈ: સ્ટેન્ડઅપ કૉમેડિયન મલ્લિકા દુઆ પોતાના વિવાદિત નિવોદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલ્લિકા દુઆએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રવિવારે ઈન્સ્ટાગ્રામ પર મલ્લિકાએ એક વીડિયો પોસ્ટ કરી કહ્યું, ઘણા લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે સમગ્ર દેશ દુખમાં રડી રહ્યો છે તમે કઈ રીતે ખુશીથી નોર્મલ લાઈફ જીવી શકો છો. આ વાત માત્ર મને નથી કહેવામાં આવતી. આ મામલે લોકો પ્રોટેસ્ટ કરતા જોવા મળે છે. હું અહીં કહેવા માંગુ છુ કે દરરોજ લોકો ભુખમરી, બેરોજગારી, ડિપ્રેશન જેવા કારણોથી મરી રહ્યા છે. આવું માત્ર આપણા દેશમાં નથી થતું, પરંતુ પુરી દુનિયામાં લોકો મરે છે. ત્યારે શું તમે તમારી જિંદગીને રોકો છો. શું માત્ર શોક મનાવવો જ આપણું કામ છે. આ નિવેદન બાદ મલ્લિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે.



મલ્લિકાએ કહ્યું, એવામાં તો આપણે દરરોજ શોક મનાવાની જરૂર છે. આ શું નોનસેન્સ વાતો કરી રહ્યા છો. બધુ બકવાશ છે. જે લોકો ફેસબૂક પર લખી રહ્યા છે તે જંગ કરીશું અમે, તેની ઔકાત શું છે. તમે ફોન કરી એક પિઝા નથી ઓર્ડર કરી શકતા તમે શું જંગ કરશો. દરેક મુસ્લિમને એ કહેવાનું બંધ કરો કે તેઓ પાકિસ્તાન જાય, જો આવા જ વિચાર હોય તો મુસ્લિમો તો દુનિયાના અલગ-અલગ દેશોમાં છે.

મલ્લિકા દુઆના આ વીડિયો પર લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. એક યુઝર્સે લખ્યું, તમે તેનું એક ઉદાહરણ છો કે ભારતને બહારના લોકો કરતા અંદરના લોકો પાસેથી પણ ધમકી મળી રહી છે. અન્ય એક યૂઝર્સે લખ્યું, હું હેરાન છુ કે આટલા બધા લોકો તેની વાત પર હા કેમ પાડી શકે છે. તમારે જે કરવું હોય તે કરો પરંતુ વીડિયોમાં સભ્ય ભાષાનો ઉપયોગ કરો. અથવા એક દિવસ માટે એલઓસી પર જઈને ઉભા રહીને જોવો, તમને શહીદો માટે સમ્માન થઈ જશે.

વાંચો: જવાનોએ માસ્ટરમાઈન્ડ કામરાન સહિત બે આતંકીઓને કર્યા ઠાર, હજુ બે આતંકી છુપાયા હાવોની આશંકા

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.