ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શહીદોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે આપણે દેશ માટે રમતા હોઈએ ત્યારે જવાનો સરહદે સુરક્ષા કરતા હોય છે. આપણે તેમના પરિવારજનોની પડખે ઊભા રહેવું જોઈએ. અમે હંમેશા તેની સાથે રહીશું.
વાંચોઃ ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ
આ પહેલા બોલીવુડના એક્ટર અજય દેવગને આજે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં જણાવ્યું કે, તેની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી તથા રિતેષ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. ધમાલ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં ઈશા ગુપ્તા અને સોનાક્ષી સિંહા પણ ગેસ્ટ રોલમાં નજરે પડશે. બંને ખાસ ડાંસ નંબર કરતી જોવા મળશે. ફિલ્મને ઈંદ્ર કુમારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.