મલ્લિકાએ કહ્યું કે, એક પ્રૉડ્યુસર મારા પેટ પર ઈંડુ રાખીને તેને ફ્રાય થતું જોવા માંગતો હતો કે જેથી મારી હૉટનેસની ખબર પડી શકે. તેનું કહેવું હતું કે, નાભિમાં શરીરની બધી ગરમી હોય છે તેથી ત્યાં ઈંડું મૂકીશું તો તરત જ ફ્રાય થઈ જશે. જો કે મલ્લિકાએ આ સીન કરવાની ના પાડી દીધી હતી.
મલિક્કા શેરાવત લાંબા સમય પછી પાછી ફરી રહી છે. આ વખતે મલ્લિકા વેબ સિરીઝનાં માધ્યમથી દર્શકો વચ્ચે આવશે. એકતા કપૂરની આ વેબ સિરીઝ ઓલ્ટ બાલાજી પર શરૂ થશે. મલિક્કા આ વેબ સીરિઝના પ્રમૉશનમાં જ વ્યસ્ત છે અને તેના ભાગરૂપે તે હાલમાં જ કપિલ શર્મા શોમાં આવી હતી.
કપિલે મલ્લિકાને પૂછ્યું કે, એક અફવા એવી હતી કે, લોકો રોટલીને ગરમ રાખવા માટે એવા ન્યૂઝ પેપરનો જ ઉપયોગ કરતા કે જેમાં તારો ફોટો હોય, આ વાત સાચી છે? મલ્લિકાએ પણ હળવા અંદાજમાં હસીને જવાબ આપતાં કહ્યું કે, હા એ વાત સાવ સાચી છે.