બોલિવૂડની વધુ એક એક્ટ્રેસનો કાસ્ટિંગ કાઉચ મુદ્દે મોટો ખુલાસો, કહ્યું ‘સેક્સની ના પાડી તો ફિલ્મોમાંથી બહાર કરી દીધી’
જો તું મોટા પડદા પર આમ કરી શકે છે તો વ્યક્તિગત જીવનમાં આમ કરવામાં શું વાંધો છે? મલ્લિકાએ કહ્યું કે, મેં ના પાડી દીધી અને મારા હાથમાંથી અનેક ફિલ્મો ચાલી ગઈ. આ સમાજના વિચારને પ્રતિબિંબિત કરે છે, જેનો સામનો મહિલાઓ આપણા દેશમાં કરે છે.
મુંબઈઃ કાસ્ટિંગ કાઉચ (કામ આપવાના બદલામાં સેક્સુઅલ ફેરવ માગવી) બોલિવૂડમાં થતું આવ્યું છે. અનેક એક્ટ્રેસ પહેલા પણ આ મામલે નિવેદન આપી ચૂકી છે. હવે એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે આ વાત પીટીઆઈને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. તેણે કહ્યું કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે અને તેના કારણે ઘણાં મોટા પ્રોજેક્ટ ગુમાવવા પડ્યા છે.
મલ્લિકાએ જણાવ્યું કે, ડાયરેક્ટર, સહ-કલાકાર સહિત બધાને લાગતું હતું કે હું સરળતાથી સમજૂતી કરી લઈશ પરંતુ એવું થયું નહીં. 2004માં આવેલ ફિલ્મ ‘મર્ડર’થી મોટા પડદા પર બોલ્ડ સીનનો પર્યાન બનેલ મલ્લિકાનું કહેવું છે કે આ છાપથી લોકોને મારા કેરેક્ટર પર ટિપ્પણી કરવાની તક મળી ગઈ.
મલ્લિકાએ જણાવ્યું કે, મારા પર અનેક પ્રકારના આરોપ લાગ્યા. જો મોટા પડદા પર તમે શોર્ટ સ્કર્ટ પહેરો છો, કિસ કરો છો તો તમને ખરાબ મહિલા સમજવામાં આવે છે. મને ફિલ્મોમાંથી એટલા માટે બહાર કરવામાં આવી કારણ કે અભિનેતા કહેતા હતા કે, તું મારા સાથે સંબંધ કે ન બાંધી શકે?