શું નખરાળી આંખોવાળી પ્રિયા હવે બોલીવુડમાં જોવા મળશે? જાણો કોની સાથે કામ કરવા માગે છે પ્રિયા....
ઇન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયાને બોલિવૂડમાંથી પણ ઓફર આવવા લાગી છે. જોકે, એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે જો તેને તક મળે તો તે સંજય લીલા ભણશાળી સાથે કામ કરવા ઇચ્છશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ છોકરી મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ છે. જેનો બીજો વીડિયો પણ ધૂમ મચાવી રહ્યો છે. વેલેન્ટાઈનના આગલા દિવસે આગલા દિવસે જ પ્રિયાએ ફિલ્મનું ટિઝર રિલીઝ કર્યું. નવો વીડિયો આવતા જ ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. તેમાં પ્રિયા પ્રકાશ ક્લાસરૂમમાં બેઠી છે અને પહેલા તે ફ્લાઈનિંગ કિસ આપે છે બાદમાં હાથોના ઈશારાથી ગોળી ચલાવે છે.
નવી દિલ્હીઃ વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વર્ષીય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોશ્યિલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા અસ્સલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે.
તે આ ગોળી દ્વારા જે યુવકને ઘાયલ કરવા માગે છે તે તો થઈ જ જાય છે પરંતુ સાથે સાથે વીડિયો જોનારા પણ તેનાથી બચી નથી શક્યા. સોશિયલ મીડિયા દ્વારા ખુદ પ્રિયા પ્રકાશે આ ટીઝર રિલીઝ કર્યું છે. જે લોકો પ્રેમમાં છે તેને પ્રિયાએ વીડિયો સમર્પિત કર્યો છે.
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને બોલિવૂડ ઉપરાંત તમિલ ફિલ્મ્સની પણ અનેક ઓફર આવવા લાગી છે. આ પહેલી ક્લિપ ફિલ્મ ઓરૂ અદાર લવ (Oru Adaar Love)ની હતી. આ ફિલ્મમાં કેરળમાં જન્મેલી આ એક્ટ્રેસ એક સ્કૂલગર્લનો રોલ કરતી જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -