ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસને FB ફ્રેન્ડે કહ્યું, તારી સાથે સેક્સ માણવું છે, સેક્સના બદલામાં કેટલા રૂપિયા કર્યા ઓફર ?
એક્ટ્રેસનો આરોપ છે કે રવિએ તેને હોટલમાં મળવા બોલાવી હતી અને સેક્સના બદલામાં એક લાખ રૂપિયાની ઓફર પણ કરી હતી. એક્ટ્રેસની ફરિયાદ બાદ તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે અગાઉ દૂધનો વ્યવસાય કરતો હતો પરંતુ બાદમાં તે રાજસ્થાન જઇને કોઇ કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. આરોપીએ જણાવ્યું કે, એક ફિલ્મ પ્રોડ્યુસરે તેને એક્ટ્રેસનો નંબર આપ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસ ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની સાથે મુંબઇમાં મોડલિંગ કરતી હતી. કેટલાક દિવસો અગાઉ રાધિકા જૈન નામની એક યુવતીને તેને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જેને તેણે એક્સેપ્ટ કરી લીધી હતી અને બંન્ને વચ્ચે વાતચીત થવા લાગી હતી. થોડા દિવસો બાદ રવિ એક્ટ્રેસને અશ્લિલ મેસેજ અને તસવીરો મોકલવા લાગ્યો હતો. જેનાથી પરેશાન થઇને એક્ટ્રેસે ફરિયાદ કરી હતી.
એડિશનલ સુપરિટેન્ડેડ ઓફ પોલીસ અમરિન્દર સિંઘે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગડબડી બ્રિજ પાસે આવેલી ટ્રેજર ટાઉનશીપમાં રહેતા રવિ જોષીએ ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવી ભોજપુરી એક્ટ્રેસ સાથે ફ્રેન્ડશીપ કરી હતી. ભોજપુરી ફિલ્મોમાં કામ કરતી આ એક્ટ્રેસ અનેકવાર ઇન્દોર આવતી હતી.
રિપોર્ટ અનુસાર, આરોપીએ અગાઉ એક મહિલાના નામથી ફેક ફેસબુક આઇડી બનાવી હતી અને ત્યારબાદ એક્ટ્રેસ સાથે ફ્રેન્ડશીપ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી રવિ જોષીએ રાધિકા જૈન નામે ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું અને ભોજપુરી એક્ટ્રેસ પાસે સેક્સની માંગણી કરી હતી. બાદમાં મુંબઇમાં રહેતી 30 વર્ષની ભોજપુરી એક્ટ્રેસે રવિ સામે ફરિયાદ નોંધાવી હતી.
મુંબઇઃ ભોજપુરી ફિલ્મોની એક એક્ટ્રેસને ફેસબુક મારફતે અશ્લિલ મેસેજ કરી પરેશાન કરનારા એક યુવકની ઇન્દોર પોલીસે ધરપકડ હતી. એક્ટ્રેસનો આરોપ છે કે આરોપી ફેક આઇડી બનાવીને પરેશાન કરતો હતો. એક્ટ્રેસની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. એક્ટ્રેસનો આરોપ છે કે આરોપી પૈસા આપીને તેની સાથે સેક્સ કરવા માંગતો હતો અને આ માટે રૂપિયાની ઓફર પણ કરી હતી. જોકે, પોલીસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી નથી પણ આ યુવકે એક્ટ્રેસને વન નાઈટ સેક્સના બદલામાં એક લાખ રૂપિયાની ઓફર કરી હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.