નવી દિલ્હીઃ ભારત દેશમાં તહેવારની સીઝન ચાલી રહી છે. આ માહોલને કારણે દેશમાં અનેક મોટી કંપનીઓ પોતાના મોબાઈલ અને પ્રોડક્ટનું વધુમાં વધુ વેચાણ થાય તે માટે અનેક ઓફર આપી રહી છે. હાલમાં ફ્લિપકાર્ટ પર બિગ દિવાળી સેલ 12 ઓક્ટોબરથી શરૂ થયું છે જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. Flipkartના આ સેલમાં અનેક પ્રકારની પ્રોડક્ટ પર છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં Redmi 8A પર અનેક ઑફર્સ છે. ચાલો જાણીએ આ ફોન તમારા માટે કેટલો સસ્તો હોઈ શકે છે.

શાઓમીએ રેડમી 8ના બે વેરિએન્ટ 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ રજૂ કર્યા છે. જેની ક્રમશઃ કિંમત 6,499 રૂપિયામાં અને 6,999 રૂપિયામાં રાખવામાં આવી છે.



ફ્લિપકાર્ટ પર આપેલી માહિતી પ્રમાણે આ ફોન પર ગ્રાહકોને એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તેમને 2 જીબી રેમના વેરિએન્ટ પર 6350 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન ફક્ત 149 રૂપિયામાં ખરીદી શકાય છે. તમારા જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ પહેલા તપાસવામાં આવશે, ત્યારબાદ જ તમને આ છૂટનો લાભ મળી શકશે.

તમે તેના 3 જીબી રેમ વેરિઅન્ટ પર એક એક્સચેન્જ ઑફર દ્વારા 6800 રૂપિયાની છૂટ મેળવી શકો છો. આ સિવાય જો તમે એસબીઆઈ કાર્ડથી ચુકવણી કરો છો, તો તમને 10% છૂટ આપવામાં આવી રહી છે.

રેડમી 8એમાં 6.22 ઇંચની એચડી + ડિસ્પ્લે છે. કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન સ્ક્રીન પર આપવામાં આવ્યું છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર છે. આ ફોન ઍન્ડ્રોઇડ પાઇ પર આધારીત MIUI 10 પર કામ કરે છે.

જ્યારે ફોનમાં સોની આઇએમએક્સ 363 સેન્સર 12 મેગાપિક્સલનો રિયર કૅમેરો છે અને ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો પણ છે. આ સિવાય ફોનમાં એઆઈ પોટ્રેટ મોડ સાથે ફેસ અનલોક જેવી સુવિધાઓ સામેલ છે.