નવી દિલ્હીઃ ડિસ્કવરી ચેનલનો ખૂબ લોકપ્રિય શો મેન વર્સિસ વાઇલ્ડ છેલ્લા કેટલાય સમયથી ભારતીય ફેન્સ વચ્ચે ચર્ચામાં છે અને આનું મુખ્ય કારણ સુપરસ્ટાર રજનીકાંત આ શો સાથે જોડાશે તે છે. સુપરસ્ટાર રજનીકાંત આ શોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. બેયરએ રજનીકાંત સાથેનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે.


બેયરે એક મોશન પોસ્ટર શેર કર્યું છે અને 15 સેકન્ડના આ મોશન પોસ્ટરમાં રજનીકાંત બેયર ગ્રિલ્સ સાથે બોનટ પણ રેસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. તે સિવાય બેયરે વધુ એક ટ્વિટમાં લખ્યું કે રજનીકાંત હંમેશાથી એક એવા સ્ટાર રહ્યા છે જેમાં ખૂબ સ્વૈગ છે. એક લેજન્ડ સાથે સમય પસાર કરવો ખૂબ શાનદાર રહ્યો અને અમે શો મારફતે તેમને એક નવા અવતારમાં જોયા.