Saif Ali Khan Attack Case: અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી  છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી કે, આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી  ધરપકડ કરવામાં આવી છે.

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરે હુમલો થયો હતો. પોલીસનું કહેવું છે કે, સૈફને મુંબઈના બાંદ્રામાં 'સતગુરુ શરણ' બિલ્ડિંગના 12મા માળે આવેલા તેના ઘરમાંથી ચોરી કરવાના પ્રયાસ દરમિયાન હુમલાખોરે  ચાકુથી વાર કર્યો હતા. સૈફને ગંભીર ઇજા પહોંચી હોવાથી તે  ત્યારથી તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સૈફ અલી ખાનને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

સૈફ અલી ખાન પર સર્જરી કરનાર ડોક્ટરોએ તેની કરોડરજ્જુમાંથી તૂટેલી છરીનો 2.5 ઈંચનો ટુકડો કાઢી નાખ્યો હતો. ડૉક્ટરનું કહેવું છે કે સૈફ હવે ઠીક છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

શનિવારે જ હુમલાની તપાસ કરતી વખતે પોલીસે સૈફના ઘરેથી તૂટેલી છરીનો ટુકડો મળ્યો હતો. મુંબઈ પોલીસે હુમલા કેસમાં સૈફ અલી ખાનની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાનનું નિવેદન નોંધ્યું છે.કરીના કપૂરે પોલીસને જણાવ્યું હતું કે, મારા ઘરમાં ઘૂસેલા હુમલાખોર ઝપાઝપી દરમિયાન આક્રમક બની ગયો હતો પરંતુ તેણે ત્યાં રાખેલી જ્વેલરીને હાથ પણ લગાવ્યો ન હતો.

શંકાસ્પદ પણ કસ્ટડીમાં છે

મુંબઈ પોલીસ સતત આરોપીને શોધી રહી હતી. શનિવારે જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ હુમલાના સંબંધમાં છત્તીસગઢના દુર્ગ રેલ્વે સ્ટેશન પરથી એક શકાસ્પદની અટકાયત કરી હતી. શંકાસ્પદ વ્યક્તિની તસવીર મુંબઈ પોલીસે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે શેર કરી હતી.

શકાસ્પદ  મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) થી કોલકાતા શાલીમાર વચ્ચે ચાલતી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. મુંબઈ પોલીસે બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અટકાયત કરાયેલ વ્યક્તિ શંકાસ્પદ આકાશ કૈલાશ કનોજિયા છે. તેમણે કહ્યું કે, યોગ્ય ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.