મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી માલદિવમાં પતિ અને દીકરા સાથે વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરા આ તસવીરોમાં બ્લેક બિકિની અને ડેનિમ શોર્ટ્સ અને રેડ જેકેટમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.


મંદિરા બેદીએ શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. મંદિરાએ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા છે.


આ પહેલાની તસવીરોમાં મંદિરાએ પતિ અને દિકરા સાથે તસવીરો શેર કરી હતી. ફિટનેસ માટે જાણીતી મંદિરાને સ્વિમિંગ અત્યંત પસંદ છે. તે માલદીવ્સના દરિયા કિનારે સ્વિમિંગ કરતી પણ જોવા મળી હતી.


મંદિરા ટીવી શો CID, ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં જોવા મળી હતી. મંદિરા કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલ વાલે દુલ્હનિયામાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)