લખનઉ: દિલ્હી બાદ ઉત્તરપ્રદેશમાં પણ ઓડ-ઈવન લાગૂ થશે. પ્રદૂષણને નિયંત્રણમાં કરવા માટે યૂપીની સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણ વચ્ચે મુખ્ય બિંદુઓ પર ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આજથી ઓડ-ઈવન યોજના લાગૂ થઈ ગઈ છે.


યૂપીના પર્યાવરણ મંત્રી દિનેશ ચૌહાણે કહ્યું, આદેશ આપી દેવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ અને ડીજીપીને કે સંપૂર્ણ રીતે ઓડ-ઈવન લાગૂ કરો. હવે તેના પર પોલીસ ડિપાર્ટેમેન્ટના અદિકારીઓ બતાવી શકે છે કે ક્યારથી લાગૂ થઈ શકે છે.

મહત્વનું છે કે પ્રદૂષણને કારણે ઉત્તર પ્રદેશના નોઇડા અને ગાઝિયાબાદ સહિત અનેક શહેરોની સ્થિતિ ખરાબ બની ગઇ છે.