આ એક્ટ્રેસે પોતાના રિલેશનને લઈને કર્યો મોટો ખુલાસો, ‘મણિકર્ણિકા’થી મોટા પડદે કરી રહી છે ડેબ્યૂ
અંકિતાએ પોતાની 10 વર્ષની કારકિર્દી પછી હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં અંકિતા ઝલકારી બાઈનાં પાત્રમાં જોવા મળશે. ઝલકારી બાઈ રાણી લક્ષ્મી બાઈ જેવી જ દેખાતી હતી અને તે તેમની નજીકની વ્યક્તિ હતી. આ ફિલ્મ માટે અંકિતાએ પણ ઘોડેસવારી અને તલવારબાજી શીખી છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે પોતાના સંબંધને લઈને ફરી એક વખત ચર્ચામાં છે. લાંબા સમયથી તેનું નામ બિલાસપુર બેસ્ડ બિઝનેસમેન વિકી જૈન સાથે જોડાતું હતું. અહેવાલ એ પણ હતા કે તેઓ ટૂંકમાં જ લગ્ન કરી લેશે. હવે ખુદ અંકિતાએ જ પોતાના રિલેશનને લઈને મોટો ખુલાસો કર્યો છે.
અંકિતાએ પોતાના રીલેશનને લઇને વાત કરતા કહ્યું કે, “હું રીલેશનશિપમાં છું, પરંતુ અત્યારે લગ્નનો મારો ઇરાદો નથી. અને જ્યારે પણ લગ્ન થશે હું જરૂર જણાવીશ અને એટલું જ નહીં હું લગ્નમાં પણ બોલાવીશ. હું હવે આ વિશે કંઇ જ નહીં કહું. હું અત્યારે ફક્તને ફક્ત મારા કામ પર ધ્યાન આપવા ઇચ્છુ છું.” ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા ઝીટીવીનાં ‘પવિત્ર રિશ્તા’થી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ ડેલી શૉમાં કામ કરીને ઘણું નામ કર્યું હતુ.