ભારતના ક્યા ખેલાડીની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો અંપાયરે આપ્યો રીપોર્ટ? હવે શું થશે?
રાયડુની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનું અંપાયરે કહેતાં વિરાટ કોહલીએ તેની પાસે વધારે બોલિંગ નહોતી કરાવી. રાયડુએ 14 દિવસમાં પોતાની બોલિંગ એક્શન અંગે ટેસ્ટ આપવો પડશે અને એ દરમિયાન તે બોલિંગ કરી શકશે પણ તેની એક્શન શંકાસ્પદ ઠરશે તો પછી બોલિંગ નહીં કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે પહેલી વન ડે મેચમાં ચાર બોલરોને રમાડ્યા હતા અને અંબાતી રાયડુ પાસે બોલિંગ કરાવી હતી. જો કે અંપાયરે તેની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો રીપોર્ટ આઈસીસીમાં કર્યો છે. રાયડુએ પહેલી મેચમાં બે ઓવર નાંખીને 13 રન આપ્યા હતા.
આ મુકાબલામાં ભારત માટે ખરાબ સમાચાર એ છે કે, ભારતના અંબાતી રાયડુની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો રીપોર્ટ કરાયો છે. તેના કારણે ભારત છેલ્લી વન ડે મેચમાં એક બોલરને ઓછો કરીને અંબાતી રાયડુ પાસે બોલિંગ કરાવી નહીં શકે.
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે મેલબોર્નમાં વન ડે સીરિઝની ત્રીજી અને ચેલ્લી વન ડે મેચ રમાવાની છે. બંને ટીમો એક એક વન ડે મેચ જીતી ચૂકી છે અને સીરિઝ 1 1થી બરાબરી પર છે ત્યારે બંને દેશ માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -