બોલિવૂડ અભિનેતામાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. રણબીર કપૂર બાદ હવે બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝેટિવ આવતા તે ઘર પર ક્વોરોન્ટાઇન થયા છે.
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના થયા બાદ મનોજ વાજપેયી તેમના ઘરે સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા છે, તેઓ રિપોર્ટ આવ્યા પહેલા એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મના ડાયરેક્ટર બાદ હવે મનોજ વાજપેનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનોજ વાજપેયીને હાલ કોઇ ગંભીર લક્ષણો નથી જણાતા, તેઓ ઘર પર સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા છે.